<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

શામળાજીમાં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભુસ્ખલન

બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસે ભુસ્ખલન : હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદ : આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દરમિયાન શામળાજીમાં ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભુસ્ખલનની ઘટના સામે આવી છે. શામળાજીના બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસે આ ઘટના બની છે. ભુસ્ખલનના કારણે હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. હાઈવેના ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. ભિલોડાના જામ્બુડીમાં પણ ઘોધમાર વરસાદ વરસી રહ્યો છે. 

(8:46 PM IST)