તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 30th August 2025
"શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડવિજેતા"વરજાંગજાળિયા ગામના વતનીએ (વાપી) ભીલાડમાં બિનસાંપ્રદાયતાની સુવાસ પ્રસરાવી.

(જીતેન્દ્રભા રૂપારેલીયા) વાપીઃ સંગિની ફોરમ જૈન સોશિયલ ગ્રુપ-BSFની બહેનો દ્વારા કલગામ મુકામે આવેલ એસ. આર. પી. બટાલિયન કેમ્પસમાં એક અનોખા અંદાજમાં "રક્ષાબંધન"નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ, ભીલાડ ગામના યુવા ઉત્સાહી સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ જે.એસ.જી. અધ્યક્ષ ડિમ્પલબેન લોઢા, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ અને ગુજરાત સરકાર દ્વારા સને- 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શ્રી અશરફભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ભીલાડ ગામના સરપંચશ્રી વૈશાલીબેન જાદવ, ગ્રુપ અધ્યક્ષ ડિમ્પલબેન લોઢા,અને ઉપસ્થિત તમામ બહેનોએ અશરફભાઈ ચુડાસમા, પોલીસ અધિકારીશ્રીઓ એસ,આર.પી. ગ્રુપ બટાલિયનના પોલીસ જવાનોને રાખડી બાંધીને, મોં મીઠું કરાવીને, બિનસાંપ્રદાયિકતાનું એક અતિ ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. સરપંચશ્રી વૈશાલીબેન, ડિમ્પલબેન, અને ઉપસ્થિત બધીજ બહેનોએ આ દેશનાં તમામ ભાઈઓને પરમકૃપાળુ પરમાત્મા સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વાસ્થ્ય બક્ષે. એવી હૃદયથી પ્રાર્થના પણ કરી હતી.અશરફભાઈ ચુડાસમાએ એકદમ ભાવુક અને ભાવવિભોર બની આ દેશની તમામ બહેનો અને એમનાં પરિવારની સુખાકારી માટે અંતરથી આરાધના કરી હતી. સંગિની ફોરમ જૈન સોશિયલ ગ્રુપની આ શોભનીય ધાર્મિક પ્રવૃત્તિને બિરદાવતા, તેમણે મુક્ત કંઠે આ ગ્રુપની પ્રશંસા કરતાંની સાથે તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. વરજાંજાળિયા ગામના યુવાઉત્સાહી, સામાજિક કાર્યકર્તા કમલેશ બાબરિયાએ છસો કિલોમીટર દૂર રહીને પણ ગામનું નામ રોશન કરવા બદલ, તેમજ કોમી એકતાને પોષક અનેકવિધ પ્રવૃતિઓ કરવા બદલ અશરફભાઈને ગામ વતી ટેલીફોનિક અભિનંદનસહ ધન્યવાદ પાઠવ્યા હતા
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
