<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ગોલ્ડ ઝડપાયું : દુબઈથી આવેલ પેસેન્જર પાસેથી 36 લાખની કિંમતનું સોનુ જપ્ત

ઝડપાયેલા શખ્સે ગોલ્ડ સ્મગલિંગ માટે ગજબની મોડસ ઓપરેન્ડી અજમાવી : સોનાને ટ્રોલી બેગના સ્ક્રુમાં પરિવર્તિત કરી સ્મગલિંગ કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનુ ઝડપાયું છે, દુબઈથી અમદાવાદ આવતી સ્પાઈસજેટની ફ્લાઇટમાં એક પેસેન્જર પાસેથી રૂપિયા 36 લાખ રૂપિયાની કિંમતનું ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા શખ્સે ગોલ્ડ સ્મગલિંગ માટે ગજબની મોડસ ઓપરેન્ડી અજમાવી હતી.

    અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એરપોર્ટ પર ડીઆરઆઈ અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં દુબઈથી અમદાવાદ આવતી સ્પાઈસજેટની ફ્લાઇટમાં એક પેસેન્જર પાસેથી રૂપિયા 36 લાખ રૂપિયાની કિંમતનું ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ શખ્સે સોનાને ટ્રોલી બેગના સ્ક્રુમાં પરિવર્તિત કરી સ્મગલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. 300 ગ્રામ સોનું લાવનાર મુસાફર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા શખ્સે ગોલ્ડના સ્મગલિંગ માટે ગજબની ટ્રીક અજમાવી હતી. તેની ટ્રોલી બેગમાં વધુ સ્ક્રૂ જોવા મળ્યા હતાં. ડીઆરઆઈ અને કસ્ટમના અધિકારીઓએ તેની તપાસ કરતાં એલ્યુમિનિયમ જેવા દેખાતા સ્ક્રૂ એલ્યુમિનિયમના નહીં પણ ગોલ્ડના એલ્યુમિનિયમ કોટેડ હોવાનું જણાયું હતું. આ સ્ક્રુને ઓગાળીને તેમાંથી 363 ગ્રામ જેટલું સોનું એકત્ર થયું હોવાનું જાણવા મળ્યું છે. જેની કિંમત 36 લાખની થાય છે. 

(11:23 PM IST)