તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
નર્મદા જિલ્લાના સેવાભાવી અને સારી કામગીરી કરતા 72 જેટલા શ્રેષ્ઠીઓને નર્મદા રત્નથી સન્માનિત કરાયા
છેલ્લા 10 વર્ષથી યોજાતા આ એવોર્ડ કાર્યક્રમમાં અત્યાર સુધી 1000થી વધુ લોકો ને સન્માનિત કરાયા છે

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ઠ અને સેવાભાવી કામગીરી કરનાર લોકો, કર્મચારીઓ અને સંસ્થાઓ ને સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા, અલ્કેશસિંહજી ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી એન,એમ.ડી ન્યુઝ નેટવર્ક ના આયોજનથી નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
છેલ્લા 10 વર્ષથી યોજાતા આ એવોર્ડ કાર્યક્રમ માં અત્યાર સુધી 1000 થી વધુ લોકોને સન્માનિત કર્યા છે. આ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલભાઈ રાવ, શહેર ભાજપ પ્રમુખ અજીતભાઈ પરીખ, સ્વામી સિધ્ધેશ્વરજી, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ, પી.ડી. વસાવા, ડો.તુષાર સુવાગીયા, એસપી નર્મદા વિશાખા ડબરાલ, એસ પી બનાસકાંઠા પ્રશાંત સુંબે સહીત આગેવાનો હાજર રહીને મહાનુભાવોને નર્મદા રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
આ એવોર્ડમાં હાજર તમામ મહાનુભાવોએ આવા પ્રોત્સાહન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને આવા પ્રોત્સાહન થાકી કામ કરતા વ્યક્તિને કે કર્મચારીઓને કે સંસ્થાઓનો ઉત્સાહ વધે, વધુ કામગીરી કરવાની ઈચ્છા જાગે સાથે તેમની કામગીરી અને સન્માન જોઈને અન્ય ને પ્રેરણા મળે આવા ઉમદા કાર્યથી સમાજ સેવા થાય છે આ એવોર્ડ ફંક્શનમાં એમ.પી થી લઇ ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ હોમગાર્ડ ,વન અધિકારી કર્મચારી શિક્ષણાધિકારીથી લઇ શિક્ષકો અને સંઘના પ્રમુખ મંત્રી, ARTO મામલતદાર કલેક્ટરથી ઓફિસ ક્લાર્ક અને પટાવાળા સુધી ખેલ જગતમાં ઇન્ટરનેશનલ નામ અપાવનાર, આરોગ્ય શાખા જેવા 72 જેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નર્મદા રત્નથી સન્માનિત થઇને સર્વે ખુબ આનંદની લાગણી અનુભવી હતી
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
