<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

નાંદોદ તાલુકાના કેટલાક ગામોમાં કરજણ નદીનો કિનારો ધોવાણ થતા ગામમાં પાણી ઘૂસવાનો ભય

હજરપુરા,‌ ભચરવાડા, ધાનપોર, ધમણાચા જેવા ગામોનો કરજણ નદીના કિનારો ધોવાણ થતા પ્રોટેક્શન વોલ બનાવવા માંગ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે કરજણ અને નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે ત્યારે કરજણ નદીના કિનારે જમીનનું ધોવાણ થતા કેટલાક ગામોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ જાય તેવો ભય ગ્રામજનોમાં છે
   મળતી વિગતો અનુસાર નાંદોદ તાલુકામાં આવેલા હજરપુરા,‌ ભચરવાડા, ધાનપોર, ધમણાચા જેવા ગામોના કરજણ નદીના કિનારે જમીનનું ધોવાણ થઈ રહ્યું હોય જો જમીન વધુ પ્રમાણમાં ધોવાઈ જાય તો નદીના પાણી આ ગામોમાં અને ગામના ખેતરોમાં ઘૂસી શકે છે જેમાં માલ સામાન અને પાકને મોટું નુકશાન થવાની સંભાવના રહેલી છે માટે જ્યાં જ્યાં વધુ જમીનનુ ધોવાણ થઈ રહ્યું છે તેવા ગામોના નદી કિનારે એક મજબૂત પ્રોટેક્શન વોલ (સુરક્ષા દિવાલ) તંત્ર દ્વારા બનાવી આપવામાં આવે તો ગ્રામજનોને રાહત મળે તેવી આ ગામોના ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. જો તંત્ર આ ગામોમાં પ્રોટેક્શન વોલ નહીં બનાવે તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય શકે છે, માટે આ મુદ્દે યોગ્ય કામગીરી કરે એ જરૂરી છે.



 

(10:23 PM IST)