તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
માધવબાગ સોસાયટીમાં ચાઈનીઝ દોરી વિરુદ્ધ અનોખી થીમ: મિત્રના મૃત્યુથી પ્રેરાઈને યુવક મંડળે સજાવ્યો ગણપતિ, સ્વદેશી અપનાવવાનો સંદેશ

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળાની માધવબાગ સોસાયટીમાં આ વર્ષે અનોખી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. માધવબાગ યુવક મંડળે ચાઈનીઝ દોરીના વિરોધમાં અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે ગણપતિની પ્રતિમા સજાવી છે.
આ મુદ્દે યુવક મંડળના કાર્યકર સોહન માછીએ જણાવ્યું કે તેમના એક મિત્રનું ચાઈનીઝ દોરીથી મૃત્યુ થયું હતું. આ ઘટનાએ તેમને પ્રેરણા આપી કે લોકોને ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે જાગૃત કરવા જોઈએ. આ દોરી માનવી, પશુ અને પક્ષીઓ માટે કેટલી જોખમી છે તે દર્શાવવામાં આવ્યું છે.
માધવબાગ યુવક મંડળના વકીલ ગૌરવ રાજ અને ચેતનભાઈએ જણાવ્યું કે આ થીમનો મુખ્ય ઉદ્દેશ લોકોને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી ઉત્પાદનો અપનાવવા પ્રેરિત કરવાનો છે.છેલ્લા દસ વર્ષથી માધવબાગમાં વિવિધ સામાજિક સંદેશ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષની આ થીમે નર્મદા જિલ્લામાં વિશેષ આકર્ષણ જમાવ્યું છે. દર્શન કરવા આવેલા ભરતભાઈ માછીએ વિદેશી વસ્તુઓ પર લાગતા 50 ટકા ટેરિફનો વિરોધ કર્યો અને સંપૂર્ણપણે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
