તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં ઉછાળો:હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા ભરાવા લાગ્યા: તમામ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, મલેરિયા, વાયરલ, ઝાડા-ઉલટીના કેસમાં વધારો

અમદાવાદ :રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝનમાં રોડ-રસ્તાઓમાં પાણી ભરાવાના કિસ્સા સામે આવે છે. તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાની સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં OPDમાં ઉછાળો આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા ભરાવા લાગ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં ચોમાસાની સિઝન સાથે પાણીજન્ય રોગો વધવા લાગ્યા છે. તમામ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, મલેરિયા, વાયરલ, ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 16,927 દર્દીઓની નોંધ, 12,000થી વધીને 16,000 OPD પહોંચી છે. ડેન્ગ્યુનો હાહાકાર 553 સેમ્પલમાંથી 102 કેસ પોઝિટિવ આવ્યા છે. મલેરિયાનો પ્રકોપ 1078 સેમ્પલમાંથી 25 કેસ પોઝિટિવ આવ્યા છે. વાયરલ, ઝાડા-ઉલટીના કેસમાં વધારોમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું સંકટ હવે દિવસેને દિવસે વધી રહ્યું છે. તેની સીધી અસર બાળકો પર પડી રહી છે. બાળકોની ઓપીડી 100થી વધીને 150, તાવ, શરદી, માથાનો દુખાવો જેવી ફરિયાદો વધી છે. રોગચાળો વધવાની સાથે તંત્ર હરકતમાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં ફોગિંગ, દવા છંટકાવ અને જનજાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. જોકે, નાગરિકોને પણ પોતાના ઘરો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો અટકાવવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તત્કાળ તબીબી સલાહ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સંકટનો સામનો કરવા માટે સરકારી પ્રયાસો સાથે જ લોકોનો સહયોગ પણ અત્યંત જરૂરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
