<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશન સમયે મહિલાના આત્મહત્યાનો મામલો સામાન્ય સભામાં વિપક્ષે ઉઠાવ્યો

જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ : બે વર્ષ સુધી AMCએ મહિલાને માનસિક પરેશાન કરી હોવાનો વિપક્ષનો આરોપ વિપક્ષના હંગામા બાદ સામાન્ય સભા બરખાસ્ત

અમદાવાદઃ જશોદાનગરમાં ડિમોલિશન સમયે મહિલાની આત્મહત્યા મામલે રાજનીતિ ગરમાઈ છે. સામાન્ય સભામાં વિપક્ષે મહિલાના મોતનો મુદ્દો ઉઠાવ્યો છે. જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. બે વર્ષ સુધી AMCએ મહિલાને માનસિક પરેશાન કરી હોવાનો વિપક્ષનો આરોપ વિપક્ષના હંગામા બાદ સામાન્ય સભા બરખાસ્ત કરાઈ છે.  

  વિપક્ષે આરોપ લગાવ્યો કે મહિલાએ આગ લગાવવાની ધમકી આપી ત્યારે નફ્ફટ અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે આગ લગાવી હોય તો લગાવો પણ દબાણ હટાવવામાં આવશે. વિપક્ષે વિરોધ કરતા આરોપ લગાવતા સવાલ કર્યો કે ઉદ્યોગપતિઓના મકાન અને ફાર્મ હાઉસ સામે IAS અધિકારીઓની તાકાત છે.. શું તંત્ર આ દબાણ હટાવવા જાય છે? 50 હજારથી વધુ ગેરકાયદે બાંધકામ AMC ને ન દેખાયા અને જશોદાનગરમાં મહિલાની દુકાન જ દેખાઈ ? વિપક્ષે આક્ષેપ કર્યો કે બે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ થઈ પણ તેની સામે કોઈ પગલાં નથી ભરાયા.


 

(6:43 PM IST)