તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
ઇડરમાં ધોધમાર વરસાદ ;અનેક નીચાળવાળા વિસ્તારો જળબંબોળ : આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઢીંચણસમા પાણી ભરાયા
પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસાવ્યો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
