તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Friday, 29th August 2025
વાપી કેમિકલ ફેક્ટરી મેફેડ્રોન ડ્રગ કેસ : આરોપીના જામીન મંજુર કરતી સુપ્રીમ કોર્ટ
કુ. આસ્થા મહેતા, નિલય સૂચક અને પ્રશાંત બુચની ધારદાર દલીલો સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહ્ય

રાજકોટ, તા. ર૯ : વલસાડ જીલ્લાના રાજુ સિંગની માલિકીની વાપી જી.આઈ.ડી.સી. ના પ્લોટ નંબર ૧૬૩/એ, ૫/એ, મુકામે આવેલ કેમિકલ ફેક્ટરીમાં નવેમ્બર-૨૦૨૩ માં દરોડા દરમ્યાન ફેકટરીમાંથી NDPS એકટ હેઠળ ૧૨૧.૭૫ કિલો પ્રવાહી સ્વરૂપમાં મેફેડ્રોન ડ્રગનું કેમિકલ તથા માલિક પાસેથી લાખો રૂપિયા રોકડા મળી આવ્યા હતા જે જપ્ત કરવામાં આવેલ. તેમાં ડ્રગ ફેક્ટરીના માલિક રાજુ સિંગ સહીત કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલેલ. જે કેસમાં તારીખ ૬-૧૧-૨૦૨૩ થી આરોપી વજ્હુલકમર શકીલઅહેમદ ખાન ઉર્ફે પપ્પુ સુરતની લાજપોર જેલમાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય, નામદાર ગુજરાત હાઈકોર્ટે સદરહુ આરોપીની જામીન અરજી ના-મંજૂર કરતા નામદાર સુપ્રીમ કોર્ટે વજ્હુલકમર શકીલઅહેમદ ખાન ઉર્ફે પપ્પુ ના જામીન મંજૂર કરેલ છે. આરોપી સામે એફઆઇઆર વાપી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજદાર વજ્હુલકમર શકીલઅહેમદ ખાન ઉર્ફે પપ્પુ - આરોપી તરફે કાઉન્સેલ કુ.આસ્થા મહેતા, નિલય સૂચક તેમજ પ્રશાંત બુચ રોકાયેલા હતા. તેઓની ધારદાર દલીલો ગાહ્ય રાખી નામદાર સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે. (૯.૮)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
