તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 29th August 2025
રાજયમાં આગામી ત્રણ કલાકમાં સાર્વત્રિક વરસાદની શક્યતા: હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર
ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને ગાંધીનગર, કચ્છ, સહિતના જિલ્લામાં મેઘમહેરની આગાહી

અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં વહેલી સવારથી વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ખેડા અને ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
