તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ૧૧ કરોડ, ૨૨ લાખથી વધુ રકમના ડ્રગ્સ જેવા પદાર્થોનો નાશ થયો
આજ દિવસ સુધી ૨૭ કરોડના યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતા આ ઘાતક પદાર્થો નાશ કરવામાં આવ્યા છે, sog પીઆઇ સાથે વાતચીત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા નિયુકત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના હેડ ડીસીપી રાજદીપસિંહ નકુમ, એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા, પીઆઇ અશોક ચૌધરીના માર્ગદર્શનમાં વિધિ સંપન્ન

રાજકોટ, તા. ર૯: યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલવા માટે સુરતમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના નેતળત્વ હેઠળનો ટીમ દ્વારા ચાલતા નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત પોલીસ દ્વાર કરોડો રૂપિયાના ડ્રગ્સ, ગાંજો, હાઈ બ્રીડ ગાંજો ચરસ વિગેરે એક પદ્ધતિસરની કમિટી રચી ૧૧ કરોડથી વધુ પદાર્થોનો નાશ સુરત sog દ્વારા કરવામાં આવેલ.
સદરહુ અભિયાન દરમ્યાન કબ્જે કરવામાં આવેલ નાર્કોટીકસનો મુદ્દામાલ સત્વરે કાયદાકીય પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેર વિસ્તારમાં ‘ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટી'ની રચના કરી તેના અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. સુરત શહેર નાઓને સુરત શહેરના અલગ અલગ પો.સ્ટે. માં કબ્જે કરેલ નાર્કોટીક્સનો મુદ્દામાલ શકય તેટલી ઝડપી નાશ થાય જે અંગે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી.
જે અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટીના સભ્ય શ્રી મદદનીશ પોલીસ કમિશનર જી.એ. સરવૈયા ઈકો સેલ સુરત શહેર તથા પોલીસ ઈન્સ્પેકટર એ.પી.ચૌધરી એસ.ઓ.જી. સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ પો.સ્ટે. માં નાર્કોટીકસના કેસોમાં કબ્જે લીધેલ નાર્કોટીકસનો મુદ્દામાલ અંગે નાશ કરવા પાત્ર મુદ્દામાલ અંગેની માહિતી એકત્રીત કરી નામદાર કોર્ટ રાહે જરૂરી કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરાવી NDPS ના કુલ-૩૪ ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટી તથા સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ભરૂચ જીલ્લાના દહેજ ખાતે આવેલ (BEIL) કંપની ખાતે સળગાવી નાશ કરવામાં આવેલ છે.
નોંધઃ- ડ્રગ્સ ડિસ્પોઝલ કમીટી દ્વારા સને-૨૦૨૪/૨૫ દરમ્યાન આજદિન સુધી કુલ-૫૭ ગુનાઓનો કુલ વજન ૧૧૯૬ કે.જી. કિં.રૂ.૨૮,૧૪,૪૧,૨૭૭/- ની મત્તાનો મુદ્દામાલ નાશ કરેલ છે.(૬.૩)

(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
