તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
રમત રમો, સ્વસ્થ રહો, મસ્ત રહો
આજે નેશનલ સ્પોર્ટ્સ ડે

ભારતમાં દર વર્ષે ૨૯, ઓગષ્ટ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે. મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા. તેથી તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજી હોકી લઈને જ્યારે રમતના મેદાનમાં ઉતરે ત્યારે જાણે કોઈ જાદુ કરતા હોય એમ તે રમતને જીતાડી દેતા. તેઓ જ્યારે ભારતની હોકી ટીમના કેપ્ટન હતા તે સમયે ઓલેમ્પિકમાં ત્રણવાર સુવર્ણચંદ્રક ભારત ટીમે જીત્યા હતા. તેમને ‘‘હોકી વિઝાર્ડ''નું ટાઈટલ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમને હોકીના જાદુગર પણ કહેવામાં આવતા હતા. ભારત સરકાર દ્વારા મેજર ધ્યાનચંદજીને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિલ્હીમાં આવેલ રાષ્ટ્રીય સ્ટેડીયમનું નામ પણ ‘‘ધ્યાનચંદ સ્ટેડીયમ'' પાડવામાં આવ્યું છે.
ઘણા બાળકો નાના હોય છે ત્યારે તેમને ભણતરનાં સ્થાને રમતઅગમતમાં વધુ રસ પડે છે. એ વખતે એમના માતા-પિતા એમને મત ગમત છોડીને ભણતરમાં ધ્યાન આપવા માટે આગ્રહ કરે છે, પરંતું તેમને સમજવું જોઈએ કે બધા બાળકો એક સરખા નથી હોતા કોઈને ગાયનમાં રસ હોય, કોઈને વાદનમાં એમ કોઈને રમત ગમતમાં રસ હોય છે. આ માટે ખેલ મહાકુંભ, વાર્ષિક રમોત્સવ અને રમતગમત સ્પર્ધા જેવી પ્રવૃતિઓ દ્વારા બાળકોને રમતો પ્રત્યે જાગૃતતા કેળવાય અને બાળકોનો શારીરિક વિકાસ થાય તે હેતુસર ચોક્કસ યોજવામાં આવે છે. પરંતુ એ પુરતું નથી જ. રમતોની મદદથી યુવાનોને નથાથી દૂર લઈ જઈ શકાય છે. તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા, તેમની પ્રતિભાઓને બહાર લાવી શકાય છે માટે આ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતવીરો અને રમતગમતની સુવિધાઓ વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. હાલમાં જ આ દિશામાં ધીમી પરંતુ મક્કમ શરૂઆત થઈ છે જે પ્રકારે આ વર્ષે ભારતનાં ખેલાડીઓ નીરજ ચોપરા, બજરંગ પુન્યા, મીરાબાઈ ચાનું, રવિ કુમ દહિયા, લવલીના બોર્ઘોઈન, પી.વી સિંધુ અને હોકી ટીમને મેડલ મળ્યા તે આનંદની વાત છે, પરંતુ તે પુરતું નથી. હજુ આ દિશામાં અચૂક પગલાં લેવા જોઈએ.(૪૦.૧૧)
-મિત્તલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
