તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો
એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાલ, રાણીપ, મણીનગર, અમરાઈવાડી, નિકોલ, નરોડા, બોપલ, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે સાંજ પડતા અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં પણ એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાલ, રાણીપ, મણીનગર, અમરાઈવાડી, નિકોલ, નરોડા, બોપલ, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ સાંજે વરસાદ શરૂ થયો છે, અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે
અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
