<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

જુના રામપુરાના યોગાનંદ આશ્રમના મંદિરની દાનપેટી અને બહાર ઉભેલી કારમાંથી પાકીટ ચોરવાનો પ્રયાસ

એક યુવાને ચોરીનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ના થયો અને આશ્રમના સાધકનું પેન ડ્રાઇવ લઈને સંતોષ માન્યો : ત્યાંના સીસીટીવીમાં કેદ થયેલ યુવાન કોણ છે એ કોઈ ઓળખતું નથી, ટ્રસ્ટી હાલ બહાર હોય હજુ પોલીસ ફરિયાદ થઈ નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂના રામપુરા ગામના યોગાનંદ આશ્રમના મંદિરની દાનપેટી અને બહાર ઉભેલી એક કારમાંથી પાકીટ ચોરવાનો પ્રયાસ એક યુવાને કર્યો હતો અને આ યુવાન ત્યાંના સીસીટીવી માં કેદ થયો છે

    આશ્રમના સાધક ઇન્દ્રવદનભાઈ જરીવાલા ઉર્ફે હરિઓમનાઓના જણાવ્યા મુજબ જૂના રામપુરા ગામના યોગાનંદ આશ્રમમાં આવેલા શ્રી ઉત્તરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી અને ત્યાં કમ્પાઉન્ડમાં ઉભેલી એક ફોર વ્હીલ ગાડીમાંથી પૈસાનું પાકીટ ચોરવાનો એક અજાણ્યા યુવાને પ્રયાસ કર્યો હતો, જોકે બપોરે જામવાના સમયે આ તરફ કોઈના હોય તેનો લાભ લઈ ચોરી નો પ્રયાસ થયો પરંતુ કઈ હાથ ના આવ્યું તો ફક્ત સાધક નું એક પેનડ્રાઈવ લઈને પલાયન થઈ ગયો હતો.
જોકે આ યુવાન સીસીટીવીમાં કેદ થયો છે પરંતુ એ ગામનો નથી અને આશ્રમ માં એને કોઈ ઓળખતું નથી આ યુવાન એકલો જ એક બાઇક ઉપર ત્યાં આવ્યો હોવાનું સાધકે જણાવ્યું હતું. જોકે ટ્રસ્ટી હાલ બહાર હોય હજુ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી

(11:06 PM IST)