<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

એમ.આર વિદ્યાલય, રાજપીપળા ખાતે ૩ દિવસની માસ્ટર ટ્રેનર ટ્રેનીંગનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર અને ક્વેસ્ટ અલાયન્સ, અમદાવાદ વચ્ચે તા: ૧૫ ડીસેમ્બર ૨૦૨૨ના રોજ થયેલ એમ.ઓ.યુ મુજબ નર્મદા જીલ્લા કક્ષાએ “કારકિર્દી અને કોમ્પુટેસ્નલ થીન્કીગ” થીમ ઉપર માસ્ટર ટ્રેનર (MT) કેડર તૈયાર કરવા માટે એમ.આર વિદ્યાલય, રાજપીપળા ખાતે ૩ દિવસની માસ્ટર ટ્રેનરની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જીલ્લાની ૨૭ માધ્યમિક શાળાના શિક્ષકોને કારકિર્દી/ કોમ્પુટેસ્નલ થીન્કીગ/ NEP 2020 જેવા મુદ્દાઓ ઉપર તાલીમ આપવામાં આવશે. 

  આ તાલીમમાં ડો.કિરણબેન પટેલ, જીલ્લા શિક્ષણાધિકારી, નર્મદા,  યોગેશભાઈ વસાવા પ્રિન્સિપાલ એમ આર વિદ્યાલય રાજપીપલા હાજર રહીને તાલીમના મુદ્દાઓને જીલ્લા કક્ષાએ આગળ ધપાવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પડેલ છે. જેથી નર્મદા જીલ્લાની શાળાના બાળકોને ભવિષ્યની રોજગારી/ધંધાઓ માટે અને જીવનમાં આવનારી સમસ્યાઓ માટે તૈયાર કરી શકાય.


 

(11:04 PM IST)