તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
વર્ષ ૨૦૨૪માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે
ખેડૂતોને ૧૧ હજારની સહાય મળશેઃવર્ષ ૨૦૨૪ના ઑક્ટોબર મહિનામાં રાજ્યના ૬ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો

અમદાવાદ,તા.૨૮
વર્ષ ૨૦૨૪માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૃપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૃ. ૧૧,૦૦૦ની ચૂકવણી કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૪ના ઑક્ટોબર મહિનામાં રાજ્યના ૬ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે ખેડૂતોના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હતું, તેમને આ સહાય આપવામાં આવશે.સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, ખેડૂતોને બે રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૃ. ૮,૫૦૦ અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૃ. ૨,૫૦૦ એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૃ. ૧૧,૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતાદીઠ ૨ હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
કૃષિ વિભાગે ખેડૂતોને ઝડપી અરજી કરવા અપીલ કરી છે, જેથી વિધાનસભા સત્ર શરુ થાય તે પહેલા તમામ અરજીઓ મેળવી શકાય અને વહેલી તકે વળતર ચૂકવવાની પ્રક્રિયા શરુ કરી શકાય. ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં સહાયનું વિતરણ શરુ થશે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
