<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

યાત્રાધામ અંબાજીમાં ડુંગરી ગરાસિયા સમાજના લોકો ધજા ચઢાવવા આવ્યા.

પારંપરિક વાદ્યોનાં તાલે બોલ માડી અંબે જય જય અંબેનાં નાદ સાથે અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા લોકો પહોંચ્યા

અંબાજી : પારંપરિક વાદ્યોનાં તાલે બોલ માડી અંબે જય જય અંબેનાં નાદ સાથે આજે યાત્રાધામ અંબાજીમાં ડુંગરી ગરાસિયા સમાજના લોકો ધજા ચઢાવવા આવ્યા. અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા લોકો દાયકાઓથી અંબાજીની આરાધના કરે છે. ભાદરવી પુનમ સમયે અન્ય વિસ્તારોમાંથી લાખો ભક્તો ઉમટતા હોવાથી ડુંગરી ગરાસિયા સમાજનાં લોકો તે સમયે ધજા ચઢાવવા આવવાનું ટાળતા હતા.

  જો કે મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શનથી ગત વર્ષથી એક નવી ચિલો ચિતરાયો. પ્રશાસને ગરાસિયા સમાજના લોકોને સુવિધા પુરી પાડી અને હવે દર ભાદરવા સુદ પાંચમના દિવસે મોટી સંખ્યામાં ડુંગરી ગરાસિયા સમાજનાં લોકોનો સંધ ધજા લઇને મંદિરે પહોંચે છે.

 

(8:09 PM IST)