<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્યપંથકમાં વરસાદી માહોલ જામ્યો

જીલ્લા કલેક્ટર કચેરી, પંચાયત ભવન અને સેવા સદન પાસે પાણી ભરાતા નાગરિકો સાથે કર્મચારીઓને હાલાકી

પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્યપંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જોતજોતામાં પવન સાથે ભારે વરસાદ ફૂંકાતા રસ્તા પર પાણી ભરાયા. શહેરના જીલ્લા કલેક્ટર કચેરી, પંચાયત ભવન અને સેવા સદન પાસે પાણી ભરાતા નાગરિકો સાથે કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  મુખ્ય માર્ગો જળમગ્ન થતા વાહનચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદી પાણીનાં યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાથી સામાન્ય વરસાદમાં પણ સ્થિતિ કફોડી બને છે.

 


 

(7:45 PM IST)