<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

વડોદરામાં ગણપતિ સ્‍થાપન : માત્ર ઈંડા ફેંકનાર જ નહિ, ગુજરાતના દરેક તોફાની તત્‍વોને નરસિંહમાં કોમારે શાનમાં સંદેશો આપી દિધો

લોકો અને ગાંધીનગરે વડોદરા સીપીના પગલા અંગે સંતોષ વ્‍યકત કર્યો, પરંતુ પોલીસ કમિશનર આખા ગુજરાતના ડાભૂરિયા તત્‍વોને કડક સંદેશો આપીને જ સંતોષનો શ્વાસ લીધો :વીધર્મી આરોપીઓની કોમે પણ પોતાના સમાજને ગણ્‍યા ગાંઠિયા લોકો બદનામ કરે છે તે સામે રોષ દાખવી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્‍ચ સહિતની ટીમોનો જયજયકાર કર્યો... એક અનુકરણીય કથા

રાજકોટ, તા.,૨૮: કોમો સંવેદનશીલતા માટે આખા ગુજરાતમાં કુ વિખ્‍યાત હોવાનું  આઈ.બી. રેકોર્ડમાં નોંધાયું છે, એવા સંસ્‍કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં ગણેશ સ્‍થાપન પ્રસંગે એક સગીર સહિત ત્રણ શખ્‍સો દ્વારા ઇંડા ફેકી વાતાવરણ કલુષિત કરવાના પ્રયાસો ઊગતા ડામી દેવા કાર્યદક્ષ પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પોતે જાતે રોડ પર આવી આવા લોકોને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્‍ચ સહિત વિવિધ પોલીસ મથકના અનુભવી સ્‍ટાફ ટેક્રિકલ સર્વેલેન્‍સ કામે લગાડી ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લેવાનો અને પત્રકારોને વિશ્વાસમાં  રાખી વાતાવરણ કોઈ રીતે બગડે નહિ, અને બરોડા એને અન્‍ય શહેરમાં તેના પડઘા પડે નહીં તે રીતે આખી પરિસ્‍થિતિ કંટોલ કરતાં, ગ્રહ મંત્રાલય અને મુખ્‍ય મંત્રી કાર્યાલયને પણ વડોદરાનું સુકાન યોગ્‍ય હાથમાં સુપ્રત થયાનો સંતોષ વ્‍યક્‍ત કરી, ગ્રુહમંત્રી વિગેરે દ્વારા સીપી સહિત આખી ટીમને બિરદાવવાવી સંતોષ વ્‍યક્‍ત કર્યો.                        

આ ઘટના હેન્‍ડલ તત્‍કાલિક થઈ અને આરોપી પકડાયા તેમ છતાં સ્‍વચ્‍છ છબી સાથે સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા આ ips એ સંતોષ ન થયો.         

આ ઘટનાની જોરદાર અસર વડોદરા સહિત રાજ્‍યભરમાં થાય તેવું વિશાળ દ્રષ્ટિથી વિચારી તમામ આરોપીઓનું દોરડા બાંધી પોલીસની ભાષામાં રી કન્‍સ્‍ટ્રકશન  અને લોકો અને અખબારી ભાષામા જાહેર વરઘોડો કાઢી લોકોની માફી મંગાવી. ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા રાજકોટ સૌરાષ્‍ટ્રની પદ્ધતિ મુજબ આગવી ઢબે સરભરા કરવામાં આવી, અને સ્‍થાનિક અંત બહારના અસમાજિક તત્‍વોને સાફસાફ સખણા રહેજો નહિંતર દર શિયાળે આ સરઘસ યાદ આવશે.                        

જે સમાજના લોકોનો વરઘોડો નિકળ્‍યો તે સમાજના લોકોએ પણ કેટલાક મુઠીભર લોકોને કારણે આખી કોમ બદનામ થાય તેવા કળત્‍ય બદલ જે રીતે પાઠ ભણાવ્‍યા તે બિરદાવી પોલીસ કમિશનર અને વડોદરા પોલીસનો જય જયકાર કર્યો છે. (૪.૨)

(4:06 PM IST)