<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

રાજયમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા : દરિયાકાંઠે ભારે પવન ફુંકાશે :માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના-

હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું: દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા છે. આ શક્યતાને પગલે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 28થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સંભાવના છે. તો આગામી 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી ભારે વરસાદીની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

(1:50 PM IST)