તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
આગામી ત્રણ કલાકમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
ભરૂચ, નર્મદા, તાપી,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે

અમદાવાદ : ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં મધ્યમ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
