News of Tuesday, 26th August 2025
અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યએ બળવો કર્યો
પાર્ટી મેન્ડેન્ટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશેઃઆ વખતે અમૂલની ચૂંટણીમાં તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે

આણંદ, તા.૨૬
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યનએ બળવો કર્યો છે. ભાજપ મેન્ડેન્ટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર ઉમેદવારી નોંધાવશે. અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા છે. ભ્રષ્ટાચારને રોકવા અમૂલની ચૂંટણીમાં ઝંપલાવશે.અમૂલની ગત ચૂંટણીમાં માત્ર બે મતે હારી ગયા હતા. આ વખતે અમૂલની ચૂંટણીમાં તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે. અમૂલ ડેરીમાં ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી.
અમૂલ ડેરીની ચૂંટણી સહકારની ચૂંટણી છે.અમૂલ ડેરીમાં ચૂંટણી માટે ભાજપે મેન્ડેટ જાહેર કરેલા ૪ અપક્ષના ૧૦ ફોર્મ ભરાયા છે.
બાકી રહેલા ઉમેદવારોની આખરી યાદી ભાજપ ૨૬મીએ જાહેર કરે તેવી સંભાવના છે. આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં BJP MLAનો બળવો જોવા મળ્યો છે. ઉમરેઠના ભાજપના MLA ગોવિંદ પરમારનો બળવો કર્યો છે. ભાજપ મેન્ડેન્ટ નહીં આપે તો પણ ઉમેદવારી નોંધાવશે. અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યો છે.
અમૂલ ડેરીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા અમૂલની ચૂંટણીમાં ઝંપલાવશે. અમૂલની ગત ચૂંટણીમાં માત્ર બે મતે હાર્યા હતા, અમૂલ ડેરીમાં ભાજપ-કોંગ્રેસની ચૂંટણી નથી. અમૂલ ડેરીની ચૂંટણી સહકારની ચૂંટણી છે. તેવું ધારાસભ્ય ગોવિંદ પરમારે જાણવ્યું છે. અમૂલ ડેરીમાં ચૂંટણી માટે ભાજપે મેન્ડેટ જાહેર કરેલા ૪ અપક્ષના ૧૦ ફોર્મ ભરાયા છે. બાકી રહેલા ઉમેદવારોની આખરી યાદી ભાજપ ૨૬મીએ જાહેર કરે તેવી સંભાવના છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
