<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

કરાટેમાં હીરામણિના વિદ્યાર્થીને મેડલ : નરહરિ અમીનના અભિનંદન

 

રાજકોટ : શીતોર્યું સ્‍પોર્ટ્‍સ કરાટે એસોસિયેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા ફર્સ્‍ટ ઈન્‍ટરનેશનલ SS KAI શીતોર્યું કરાટે ચેમ્‍પિયનશીપ ૨૦૨૫ સ્‍પર્ધા ગોવા ખાતે યોજાઈ હતી. આ સ્‍પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્‍વ અમદાવાદની હીરામણિ માધ્‍યમિક શાળા (ગુજરાતી માધ્‍યમ)માં ધો.૯ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી અનંત કે. વાઘેલાએ કર્યું હતું. જેમાં કરાટેમાં કાતા સ્‍પર્ધામાં સિલ્‍વર મેડલ અને કરાટેના કુમિતે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા, રાજ્‍ય અને દેશનું ગૌરવ વધાર્યું. સિદ્ધિ બદલ સંસ્‍થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, આચાર્યા ભારતીબેન મિશ્રાએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્‍યા હતાં

(3:06 PM IST)