તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
ગાંધીનગરમાં રાંધેજાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ રૂ.37.50 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધે FD પણ તોડાવી:વૃદ્ધને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ “એન એસ સી” લેવાનું કહેતા ભાંડો ફૂટ્યો.

ગાંધીનગરમાં રાંધેજાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 37.50 લાખની માતબર રકમ પડાવી હતી . પોલીસ અને CBIના નામે ગાંધીનગરના રાંધેજામાં રહેતા એક વયોવૃદ્ધને ડિજિટલ એરેસ્ટ દ્વારા ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા હતા
સાયબર ઠગોએ વૃદ્ધાને એમના એકાઉન્ટમાં કરોડોના વ્યવહાર કરાયા અંગે ખોટી જાણકારી આપી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા હતા ગત 21 મે થી 26 મે દરમિયાન ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધે FD પણ તોડાવી હતી આ સમગ્ર ઘટના બાદ વૃદ્ધને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ “એન એસ સી” લેવાનું કહેતા સમગ્ર ઘટના અંગે ભાંડો ફૂટ્યો હતો સમગ્ર ઘટના બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં વધુ એક સિનિયર સિટીઝન આવા સાયબર ઠગોનો ભોગ બન્યા છે. અગાઉ પણ એક મહિલા સીટીઝન ડોક્ટર આવી ઘટનાનો ભોગ બન્યા હતા
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
