તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક: સપાટી 134.51 મીટરે પહોંચી
દર કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 સેમીનો વધારો

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી છે. ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે. નર્મદા નદી માં 49,396 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. દર કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 સેમી નો વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સપાટી માં માત્ર 4.17 મીટર બાકી છે. નર્મદા ડેમ 87 ટકા ભરાયેલો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
