તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
કરજણ ડેમમાંથી 13748 ક્યુસેક પાણી છોડાયું: નાંદોદ તાલુકાના 6 ગામોને એલર્ટ કરાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી 13748 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ચાર ગેટ ખોલવામા આવ્યા છે.
કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. 23 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે ડેમની સપાટી 109.72 મીટર નોંધાઈ હતી પાણીની આવક 20713 ક્યુસેક સામે જાવક 13748 ક્યુસેક નોંધાઈ છે. હાલમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે હાલ ડેમના 4 દરવાજા ખોલી 13748 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણી છોડવાને કારણે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામના રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
