<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

રાતના 8 વાગ્યા સુધીમાં રાજયના 222 તાલુકામાં વરસાદ: સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.21 ઇંચ ખાબક્યો

ભેસાણમાં 4.17 ઇંચ, નાંદોદમાં 3.7 ઇંચ વરસાદ, પારડીમાં 3.54 ઇંચ, વ્યારામાં 3.31 ઇંચ વરસાદ ખાબક્યો :અન્ય 62 તાલુકામાં 1 ઇંચથી 4.25 ઇંચ સુધી વરસાદ

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે  સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ દરમિયાન આજે સવારના 6 વાગ્યાથી સાંજના 8 સુધીમાં 222 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો છે. 

ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અન્ય 62 તાલુકામાં 1 ઇંચથી 4.25 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.21 ઇંચ વરસાદ નોંધાયો છે. ભેસાણમાં 4.17 ઇંચ, નાંદોદમાં 3.7 ઇંચ વરસાદ, પારડીમાં 3.54 ઇંચ, વ્યારામાં 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 207 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડી 4 ઈંચ અને ભેસાણમાં  ત્રણ ઈંચ વરસાદ, વ્યારા અને સોનગઢમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના વંથલી, તાપીના વલોદ, ડોલવણ, સુરતના બારડોલી, મહુવા, પલસાણા, ડાંગના સુબિર, સુરતના ઉમરપાડા, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, નર્મદાના ગરૂડેશ્વર, વલસાડ, મોરબીના ટંકારા, અમરેલી સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

 

(10:06 PM IST)