<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ: નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સૌથી વધુ રાણીપમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો: સરદારનગરમાં 2 ઇંચ, કોતરપુરમાં 1.75 ઇંચ વરસાદ, નરોડા અને થલતેજમાં 1.75-1.75 ઇંચ વરસાદ

અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના રાણીપમાં સૌથી વધુ 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આજે વહેલી સવારથી અમદાવાદમાં વાદળ છાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ, જે બાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદને પગલે સૌથી વધુ રાણીપમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. સરદારનગરમાં 2 ઇંચ, કોતરપુરમાં 1.75 ઇંચ વરસાદ, નરોડા અને થલતેજમાં 1.75-1.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ચાંદલોડિયામાં 1.75 ઇંચ, બાકરોલમાં 1.50 ઇંચ વરસાદ, દુધેશ્વર-મેમનગર-મોટેરામાં 1.50-1.50 ઇંચ વરસાદ નોંધાયો છે.

(8:25 PM IST)