<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સાંજના 6 વાગ્યા સુધીમાં રાજયના 207 તાલુકામાં વરસાદ : સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઈંચ ખાબક્યો

પારડી 4 ઈંચ અને ભેસાણમાં ત્રણ ઈંચ વરસાદ, વ્યારા અને સોનગઢમાં 3 ઈંચ વરસાદ: નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે  સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ દરમિયાન આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 સુધીમાં 207 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 207 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડી 4 ઈંચ અને ભેસાણમાં  ત્રણ ઈંચ વરસાદ, વ્યારા અને સોનગઢમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

  નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના વંથલી, તાપીના વલોદ, ડોલવણ, સુરતના બારડોલી, મહુવા, પલસાણા, ડાંગના સુબિર, સુરતના ઉમરપાડા, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, નર્મદાના ગરૂડેશ્વર, વલસાડ, મોરબીના ટંકારા, અમરેલી સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના ભેંસણમાં 3.66 ઇંચ, વલસાડના પારડીમાં 3.54 ઇંચ, તાપીના વ્યારામાં 3.19 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.6 ઇંચ, અમરેલીના કુંકાવાવ વડિયા, જૂનાગઢ સિટીમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢના વંથલી, તાપીના વલોદ, ડોલવણ, સુરતના બારડોલી, મહુવા, પલસાણા, ડાંગના સુબિર, સુરતના ઉમરપાડા, દેવભૂમિ દ્વારકાના ભાનવડ, નર્મદાના ગરૂડેશ્વર, વલસાડ, મોરબીના ટંકારા, અમરેલી સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.  

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 153 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં 1 ઇંચથી 4 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.13 ઇંચ વરસાદ, ભેસાણમાં 3.66 ઇંચ, પારડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 3.15 ઇંચ, સોનગઢમાં 2.8 ઇંચ વરસાદ, ખેરગામમાં 2.6 ઇંચ, વડિયામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. ખેતીના પાકને નવ જીવન મળતા ખેડૂતો ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ ધોધમાર વરસાદ ખાબકશે. જેમાં સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે.  25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેના કારણે દરિયામાં પવનનું જોર વધતા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. 

 


 

(8:02 PM IST)