તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
અમદાવાદ ખાતે સિન્ધી સમાજના યુવાનની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા પ્રભાસપાટણ કલેકટરને રાવ

પ્રભાસપાટણઃ અમદાવાદ મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ પાટણ(સોમનાથ) આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અતિશય પીડાદાયક એવા આ બનાવની નિષ્પક્ષ તપાસ થાય તેમજ આ જઘન્ય કળત્ય કરનારા તત્વોને સખતમાં સખત સજા મળે તેમજ આ ઘટના દરમિયાન શાળા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને બેવડા વલણોનો વિરોધ નોંધાવીએ છીએ. સિંધી સમાજ પ્રભાસ - પાટણ(સોમનાથ) આ આવેદનપત્ર કરી રહ્યા છીએ. આ ઘટનામાં સમાજના મોટીસંખ્યામાં લોકો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)(
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
