<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સેવેન્થડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં વેપારીઓનું બંધનું એલાન: કાલુપુર-માધુપુરા-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે

સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં સેવેન્થડે સ્કૂલમાં સગીર વિદ્યાર્થીની થયેલી હત્યા મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની મદદ ન કરવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેના વિરોધમાં આવતીકાલે 23 ઓગસ્ટના રોજ શહેરના કાલુપુર-માધુપુરા-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે.

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં સગીર સગીર વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં શનીવારે વેપારીઓએ બંધનું એલાન કર્યું છે. કાલુપુર અને રિલીફ રોડની તમામ માર્કેટ  તેમજ પાંચકુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રાખવામાં આવશે. માધુપુરા માર્કેટ પણ રહેશે બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનિય છેકે,  સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચમાં સોંપવામાં આવી છે. બીજીતરફ શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ શાળા સંચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.  આ મામલે શાળાના પ્રિન્સીપાલ જી. ઇમેન્યુઅલ અને શાળાના એડમિનિસ્ટ્રેશન સામે ગુનો નોંધવામાં આવ્યો છે તથા પરિવારમાં કોઈનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તેવામાં હવે અમદાવાદના વેપારીઓ મેદાનમાં આવ્યા છે. સેવેન્થડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે 23 ઓગસ્ટે વેપારીઓનું બંધ પાળશે. કાલુપુર,  રિલીફ રોડની તમામ માર્કેટ  તેમજ પાંચકુવાની આસપાસ આવેલી તમામ માર્કેટ બંધ રહેશે.વિદ્યાર્થીની હત્યા મામલે વેપારીઓ માર્કેટ બંધ પાડીને વિરોધ નોંધાવવામાં આવશે. 

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. વિદ્યાર્થી નયનને સ્કુલથી હોસ્પિટલ ખાતે ખસેડાયો ત્યારે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તેની પલ્સ અને બ્લડ પ્રેશર રેકોર્ડ કરી શકાય તેવું ન હતું. તેનું આખું શરીર ઠંડું પડી ગયું હતું. નયનને નાભીના ભાગે ગંભીર ઈજા થવાથી પેટની અંદર લોહી જમા થઈ ગયું હતું, આંખોમાં કોઈ પ્રતિક્રિયા નહોતી. અતિશય લોહીનું નુકસાન થવાથી હોસ્પિટલે 6 બોટલ લોહી ચઢાવ્યું હતું. પેટની અંદરની નળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ બગડી ગઈ હતી અને આખરે મધરાત્રીના સમયે 2:50 વાગ્યે હોસ્પિટલે નયનને મૃત જાહેર કર્યો હતો.

   અમદાવાદની શાળામાં સામાન્ય ઝઘડાની અદાવત રાખી વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી હતી. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે, ત્યાર હવે રાજ્યની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ,વડોદરા, સુરત નવસારી અને બોટાદ સહિતના જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે. તમામ સ્કૂલો માટે પરિપત્ર જાહેર કર્યો. શાળામાં સ્કૂલ બેગ ચેક કરવા આદેશ કર્યા. સ્કૂલ સેફટી અંતર્ગત એક સમિતિની રચના કરાશે. શાળામાં આચાર્ય, શિક્ષક, મોનીટર અથવા જી એસ સાથે મળી એક સમિતિની રચના કરવા સૂચન કર્યું. વિદ્યાર્થી પાસેથી કોઈ વાંધાજનક ચીજ મળી આવે તો તુરંત તેનું કાઉન્સેલિંગ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ કમિશનર બંનેની વાતચીત થઈ. પોલીસ શાળા આસપાસ પેટ્રોલિંગ તેમજ નિરીક્ષણ કરશે. વાલીઓને પણ ફરજિયાત વાલી મિટિંગમાં હાજર રહેવા ફરમાન કર્યું. કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવશે તો પોલીસ ફરિયાદ સુધી કાર્યવાહી કરાશે.

 

(9:25 PM IST)