<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

રાજપીપળા નગરપાલિકામાં ત્રણ મહિનાથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી : ઈનચાર્જ ના ભરોસે ચાલતી પાલિકા

મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાની ત્રણ મહિના પર બદલી થયા બાદ આ જગ્યા ખાલી રહેતા ભરૂચના મુખ્ય અધિકારીને ચાર્જ સોંપાયો છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નગરપાલિકામાં ત્રણેક મહિનાથી મુખ્ય અધિકારીની જગ્યા ખાલી હોય અનેક કામો અટવાઈ રહ્યા છે, જોકે હાલ માં ભરૂચના મુખ્ય અધિકારીને રાજપીપળા નગરપાલિકાનો ચાર્જ સોંપાયો છે પરંતુ એમને પણ બે નગરપાલિકા સાચવવાની હોય યોગ્ય સમય આપી નહીં શકે એ સ્વાભાવિક છે

    રાજપીપળા નગરપાલિકામાં અગાઉ રાહુલ ઢોડીયા મુખ્ય અધિકારી તરીકે હતા પરંતુ એમની ત્રણેક મહિના પર બદલી થયા બાદ રેગ્યુલરમાં કોઈજ મુખ્ય અધિકારી મુકાયા નથી જોકે હાલમાં ભરૂચના મુખ્ય અધિકારીને રાજપીપળા નગરપાલિકાનો ચાર્જ આપ્યો છે પરંતુ તેઓ ને બે પાલિકા સંભાળવી પડે તો રાજપીપળામાં પૂરતું ધ્યાન નહીં આપી શકે એ બાબત સ્વાભાવિક છે. હાલ કર્મચારીઓના પગાર સહિત અનેક બાબતોમાં મુખ્ય અધિકારીની સહી ની જરૂર પડતી હોય તેવામાં જો  રેગ્યુલર અધિકારી મુકાઈ તો સરળતા રહે પરંતુ સરકાર માંથી રાજપીપળા નગરપાલિકા માં ત્રણ મહિના થી આ જગ્યા પર કોઈજ રેગ્યુલર નિમણૂક નહીં થતા પાલિકા ના બધા કામો ટલ્લે ચઢે છે માટે રાજપીપળા નગરપાલિકા માં રેગ્યુલર ચીફ ઓફિસર મુકાઈ તેવી લોકમાંગ છે


 

(1:10 AM IST)