<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

પંચમહાલના કાલોલ તાલુકાના નેવરિયા ગામમાં વીજ કેબલની ચોરી

7 કિલોમીટર અંતરમાં આવેલ 50 જેટલા વીજ પોલમાથી વીજ કેબલની ચોરી ગયા

પંચમહાલના કાલોલ તાલુકાના નેવરિયા ગામમાં વીજ કેબલની ચોરી થવા પામી છે. ખેતીની વીજળી પૂરી પાડતા વીજ કેબલની ચોરી થઈ છે. 7 કિલોમીટર અંતરમાં આવેલ 50 જેટલા વીજ પોલમાથી વીજ કેબલની ચોરી થઈ છે. મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો વીજ કેબલની ચોરી કરી ફરાર થયા. વીજ કેબલની ચોરીને કારણે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેબલ ચોરી મામલે કાલોલ સબ ડિવિઝન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

(1:03 AM IST)