તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
તાપીના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું: ડેમ ઓવરફ્લો થતા 9 દરવાજા ખોલાયા: નીચાણવાળા વિસ્તારો એલર્ટ
ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક: જળ સપાટી 334.71 ફૂટ સુધી પહોંચી

તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ રહી છે, જેના કારણે સત્તાવાળાઓએ ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. હાલમાં ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, અને ડેમની જળ સપાટી 334.71 ફૂટ સુધી પહોંચી ગઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ડેમના 22 દરવાજામાંથી 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ નિર્ણય ડેમની સુરક્ષા અને પાણીના યોગ્ય નિકાલ માટે લેવામાં આવ્યો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
