<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

આણંદ-પેટલાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: રામોદડી બ્રિજ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગઈ: ત્રણના મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો: કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત

આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો

(12:51 PM IST)