તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 17th August 2025
સુરતમાં કાપડ વેપારી આલોક કુમારની હત્યા મામલે મુખ્ય આરોપી આશફાકની ધરપકડ :હુમલો થતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
આરોપી અશફાકે પકડવા આવેલી પોલીસની ટિમ પર ચપ્પુ વડે હુમલો કર્યો: પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીને પગમાં ઇજા

સુરતમાં કાપડ વેપારી આલોક કુમારની હત્યા મામલે આશફાક નામના મુખ્ય આરોપીની ધરપકડ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી. અશફાકે પકડવા આવેલી પોલીસની ટિમ પર ચપ્પુ વડે હુમલો કર્યો. તેથી પોલીસે પોતાના બચાઉમાં આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં આરોપીના પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સુરત લાવવામાં આવ્યો.
સુરતમાં 1 ઓગસ્ટના રોજ મોડી રાત્રે લિંબાયત વિસ્તારમાં કાપડના વેપારી આલોક કુમાર અગ્રવાલની નિર્દયતાપૂર્વક હત્યાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ હુમલામાં ત્રણ હત્યારાઓએ 80 સેકન્ડમાં 60થી વધુ ઘા મારીને આલોકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ કેસમાં નવા ખુલાસા થયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું. મૃતક આલોકનો અશફાક નામના યુવક સાથે પહેલાં ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આલોકે અશફામને તમાચો માર્યો હતો. એટલે આ ઝઘડાનો બદલો લેવા માટે અશફાકે તેના મિત્રોને આલોકની હત્યા કરવાની સોપારી આપી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓમાં અબરાર લસ્સી, ભગવાન સ્વાઈન, રમઝાન શેખ, અશરફ બકો અને દીપક કુમારનો સમાવેશ થાય છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને મુખ્ય સૂત્રધાર અશફાકને વાપીથી પકડવામાં પણ સફળતા મળી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
