તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Sunday, 17th August 2025
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો : જળસ્તર વધીને 131.02 મીટરે પહોંચું
-- ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં નવાનીર આવ્યા

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમની સપાટીમાં સતત વધારો થઇ રહયૉ છે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં નવાનીર આવ્યા છે. ઉપરવાસમાંથી 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 131.02 મીટર પહોંચી છે. 31 જુલાઈથી નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જે 14 દિવસ બાદ બંધ કરવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમના તમામ ગેટ બંધ છે. RBPH CHPH ના પાવરહાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણી જાવક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
