તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો દેવાયત ખવડ ઝડપાયો:સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ધરપકડ
દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી

અમદાવાદ : ચાર દિવસ ફરાર રહ્યાં બાદ આખરે લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરેન્ડર કરી લીધું છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી છે.
ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો દેવાયત ખવડ આખરે ઝડપાયો છે. પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. સૂત્રોએ તેની ધરપકડનો દાવો કર્યો છે.
ક્યાંથી ઝડપાયો
પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે.
દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો હતો. ગત રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
