<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવની કામગીરી વેળાએ ઘર્ષણ : પથ્થરમારો :મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

દુકાનો તોડતી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો: મહિલાને બચાવતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત: સમગ્ર ઘટનામાં ચાર લોકો સારવાર હેઠળ

અમદાવાદના જશોદાનગરમાં AMCની દબાણ હટાવની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા પથ્થરમારાની ઘટના થઈ હતી. દુકાનો તોડતી ટીમનો વેપારીઓએ વિરોધ કર્યો હતો અને વિવાદ વચ્ચે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાને બચાવતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે સમગ્ર ઘટનામાં ચાર લોકો સારવાર હેઠળ છે. નારાજ વેપારીઓએ દુકાનો બંધ રાખી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને નોટિસ આપ્યા વિના દુકાનો તોડવાના આરોપ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

(6:06 PM IST)