<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અમદાવાદના નિકલ વિસ્તારના ખોડિયાર નગરમાં સોસાયટીમાં મારામારી

ઉશ્કેરાયેલા વૃદ્ધે લોખંડની સ્ટીક લઈ યુવક પર હુમલો કર્યો અને વચ્ચે પડનાર મહિલાને પણ ઇજા પહોંચી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં સોસાયટીના વિવાદે ઘર્ષણનું સ્વરૂપ ધારણ કર્યું છે. માહિતી મુજબ, ત્યાં રહેતા વૃદ્ધ અને તેમના પાડોશી મહિલા તેમજ તેના પુત્ર વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. મહિલાએ આરોપ લગાયા છે કે વૃદ્ધે તેણીને અને તેના પુત્રને અપશબ્દ બોલ્યા હતા, જેના જવાબમાં પુત્રે પુનઃપ્રતિસાદ આપતા વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાયેલા વૃદ્ધે લોખંડની સ્ટીક લઈ યુવક પર હુમલો કર્યો અને વચ્ચે પડનાર મહિલાને પણ ઇજા  પહોંચી છે. સોસાયટીના રહીશોના મતે, વૃદ્ધ વર્ષોથી આસપાસના લોકોને હેરાન કરતા આવ્યા છે. મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને નિકોલ પોલીસે તેનો આધાર લઈ તપાસ શરૂ કરી છે.

(5:58 PM IST)