<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

કાર રિવર્સ લેતા આંગણમાં રમતું દોઢ વર્ષનું બાળક કચડાઈ ગયું

વાગરા તાલુકાના વડાદલા ગામની ઘટનાઃપિતાની ફરિયાદના આધારે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ભરૃચ, તા.૧૩:ભરૃચના વાગરા તાલુકા ખાતે આવેલ વડાદલા ગામમાં પાડોશી મહિલાએ કાર રિવર્સ લેતા રમી રહેલ દોઢ વર્ષનો બાળક ચગદાઈ જતા મોતને ભેટ્યો હતો. પિતાની ફરિયાદના આધારે દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ વાગરાની સેન્ટ્રોસા સોસાયટી વડોદરા ખાતે રહેતા મનોજકુમાર દાસ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તા.૧૧ ઓગસ્ટના રોજ સાંજના સમયે ત્રણેય બાળકો ઘર નજીક રમી રહ્યા હતા. તે વખતે પાડોશી અરુણાબેનએ પોતાની કાર રિવર્સ લેતા મનોજકુમાર દાસના દોઢ વર્ષના પુત્ર મોનુકુમાર દાસ ઉપર ચડાવી દીધી હતી.

અરુણાબેન બેભાન અવસ્થામાં બાળકને સારવાર અર્થે પ્રથમ જોલવા ગામ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૃચ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા.

 જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન બાળકનું મોત નીપજ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અરુણાબેન વિરુદ્ધ એમવી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(9:22 PM IST)