News of Wednesday, 13th August 2025
ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ મળ્યા: સરકારનો કડક હાથે પગલાં ભરવાનો નિર્ણય

રાજ્યભરમાં ગરીબો માટેની સરકારી યોજનાઓનો દુરુપયોગ થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અન્ન પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રાજ્યભરમાં ૫૫ લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડ મળી આવ્યા છે.
આ રેશનકાર્ડ આર્થિક રીતે સધ્ધર લોકો ધરાવે છે, જેમાં જમીનદારો, કંપની ડિરેક્ટરો, ઈન્કમટેક્સ ભરનારા અને વાર્ષિક રૂ. ૨૫ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા લોકો પણ ગરીબોને મળતા લાભો લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે સરકારે ગંભીરતા દાખવી છે. પ્રથમ તબક્કામાં ૧૫ લાખથી વધુ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડને નોન-એનએફએસએ કાર્ડમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંથી અપાત્ર લોકોને મળતા લાભો અટકાવી શકાશે અને જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને ખરેખર તેનો લાભ મળી રહેશે. સરકારના આ નિર્ણયથી સાચા લાભાર્થીઓને ન્યાય મળશે અને સરકારી તિજોરી પરનો ભાર પણ ઘટશે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
