<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

અમદાવાદના શિવરંજનીમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો.

નહેરુનગર ખાતે રવિવારે રાત્રે કાર ચાલકે એક્ટિવાને અડફેટે લઈને બે વ્યક્તિને મોતને ઘાટ ઊતાર્યા હતા

અમદાવાદ ; ગઈકાલે શિવરંજનીમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો. નહેરુનગર ખાતે રવિવારે રાત્રે કાર ચાલકે એક્ટિવાને અડફેટે લઈને બે વ્યક્તિને મોતને ઘાટ ઊતાર્યા હતા. અકસ્માત બાદ કાર ચાલક નાસી છુટ્યો હતો. જો કે સોમવારે બપોર બાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. હિટ એન્ન રન કેસના આરોપી રાહુલ સોનીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ પરિસરમાં આરોપીને, ઉશ્કેરાયેલા લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસની હાજરીમાં જ લોકોએ આરોપીને માર માર્યો હતો.

(7:11 PM IST)