તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
ભરૂચ જિલ્લામાં ન્યૂડ કોલ કરીને મહિલાઓને હેરાન કરતા નરાધમ ગુરજીત સિંઘની પંજાબથી ધરપકડ
ગુરજીત સિંઘે નશાની હાલતમાં રેન્ડમ નમ્બરો પર ન્યૂડ વીડિયો કોલ કર્યા હતા અને ખાસ કરીને આંગણવાડી મહિલાઓને ટાર્ગેટ કરી: ગુરજીતે દેશભરમાં 1500થી વધુ ન્યૂડ કોલ કર્યા

ભરૂચ જિલ્લામાં ન્યૂડ કોલ કરીને મહિલાઓને હેરાન કરતી નરાધમ આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. આ આરોપી પંજાબનો રહેવાસી ગુરજીત સિંઘ છે, જેને ભરૂચ પોલીસે પંજાબમાંથી ધરપકડ કરી છે. ગુરજીત સિંઘે નશાની હાલતમાં રેન્ડમ નમ્બરો પર ન્યૂડ વીડિયો કોલ કર્યા હતા અને ખાસ કરીને આંગણવાડી મહિલાઓને ટાર્ગેટ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ગુરજીતે દેશભરમાં 1500થી વધુ ન્યૂડ કોલ કર્યા છે, જયારે માત્ર ભરૂચમાં જ તેણે 100થી વધુ વખત આવી હરકતો કરી હતી. આરોપી પોર્નોગ્રાફીની લતનો શિકાર છે અને નશો કરીને આ વિક્ષિપ્ત કારસ્તાન કરતો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ પોલીસે આરોપીને ઝડપી લઈને જેલમાં ધકેલ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
