<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

એસટી.ના ડ્રાઇવરો-કંડકટરો ઉપર ડેપો કક્ષાએ થતા હુમલાઓ અટકાવવા નક્કર પગલા ભરો

દરેક ડેપો ઉપર લોકોને ચેતવણી તથા જાગરૂક કરતા બોર્ડ મૂકો

રાજકોટ તા. ૧ર :.. ગુજરાત એસટી કર્મચારી મંડળે એસટી બોર્ડને પત્ર પાઠવી એસ.ટી. એસ.ટી.નિગમની નિગ રસર્વિસોમાં ફરજ બજાવતા ડ્રાયવર/કંડકટર અને ડેપો કક્ષાએ પબ્‍લિક સાથે સીધા સંપર્કમાં આવતી કામગીરી કરતા કર્મચારીઓ પર થતા હિચકારા હુમલા અટકાવવા યોગ્‍ય પગલા લેવા માંગણી કરી હતી.

પત્રમાં ઉમેર્યું હતું કે,  નિગમનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રાજ્‍યની મુસાફર જનતાની સેવા કરવામાં પાછીપાની કરતા નથી, પછી ભલે તે કોઈ  મહામારી હાય. રાજ્‍યનો મોટામામોટો તહેવાર હોય, જુદા જુદા મેળા હોય કે પોતાનો સામાજિક પ્રસંગ હોય નિગમના ડ્રાયવર-કંડક્‍ટર  પોતાની ફરજ બજાવી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર મુસાફર જનતાને નિયત ગંતવ્‍ય. સ્‍થાને પહોંચાડવાને પોતાની પવિત્ર ફરજ સમજી જવાબદારી અદા કરે છે.

નિગમમાં સૌથી અગત્‍યની ફરજો બજાવતા ડ્રાઇવર/કંડકટર અને ડેપો કક્ષાએ પબ્‍લિક સાથે સીધા સંપર્કમાં આવતી કામગીરી કરતા કર્મચારીઓ પર નાની નાની બાબતોએ જીવલેણ હુમલાના બનાવો તાજેન-માં ખુબ જ વધ્‍યા હોવાનું ધ્‍યાન પર આવેલ છે, આવા હુમલા બાબતે વિભાગીય કક્ષાએ, મધ્‍યસ્‍થ કચેરી કક્ષાએ, સરકાર કક્ષાએ ખુબ જ સહકાર મળે છે અને આવા હુમલાખોરો પર ચોક્કસ કાર્યવાહી થવા પામે છે તે નિર્વિવાદ બાબત છે.

 

પરંતુ આવા હુમલા થતા જ અટકાવવા એ ખુબ જ જરૂરી જણાય છે, જેથી નિગમના દરેક ડેપો ખાતે અને નિગમના દરેક વાહનોમાં મુસાફર જનતા સ્‍પષ્ટ જોઈ,વાંચી સમજી શકે તે રીતે એક સુચના પ્રસિદ્ધ થવા પામે કે જેમાં નિગમના કોઈ પણ કર્મચારી કે અધિકારીઓ ને પોતાની પ્રસ્‍થાપિત કરાયેલ ફરજો બજાવવામાં રુકાવટ કરવા, અસભ્‍ય વર્તન કરવા, અભદ્ર ભાષા પ્રયોગ કરવા, માર મારવા જેવા બનાવોમાં ઇન્‍ડિયન પીનલ કોડ (IPC)ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી સ્‍પષ્ટ જાણકારી (IPC ની કલમના ઉલ્લેખ સાથે)પ્રદર્શિત કરવાથી તે બાબતને લોકો ગંભીરતા થી લેશે અને આવા બનાવોમાં ચોકકસ અને નોંધપાત્ર ઘટાડો થશે તેવું  માનવું છે,જેથી આ બાબતે આપના સ્‍તરે યોગ્‍ય આદેશ અને અમલવારી થવા પામે તેવી નિગમના કર્મચારીઓની લાગણી છે. (

(11:52 AM IST)