<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ગુજરાતમાં ખાતરની અછતને લઈને રાહત: આગામી કેટલાક દિવસો દરરોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળશે.

કેન્દ્ર સરકારે ખાતરનું નવું જથ્થો મોકલવાનું શરૂ કર્યું: પ્રાથમિકતાએ અછતવાળા જિલ્લાઓને જથ્થો મોકલવામાં આવશે.

અમદાવાદ : ગુજરાતમાં ખાતરની અછતને લઈ રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ખાતરનું નવું જથ્થો મોકલવાનું શરૂ કર્યું છે, જેમાંથી પ્રાથમિકતાએ અછતવાળા જિલ્લાઓને જથ્થો મોકલવામાં આવશે. મળતી માહિતી મુજબ, ગુજરાતને આગામી કેટલાક દિવસો સુધી રોજના 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે. હાલમાં રાજ્યના વિવિધ કેન્દ્રો પર કુલ 1 લાખ મેટ્રિક ટન જેટલું ખાતર ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે ખાતર વિતરણ અને અરજી પ્રક્રિયા સરળ બનાવવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ કંટ્રોલ રૂમ ઉભા કર્યા છે. ખેડૂતોએ ખાતર માટે કોઈ અડચણ હોય તો તેઓ આ કંટ્રોલ રૂમના નંબર પર ફોન કરી માહિતી મેળવી શકે છે તથા મદદની માંગણી કરી શકે છે.

 

(1:23 PM IST)