<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં AMC સંકલન સમિતિની બેઠક યોજાઈ

વરસાદ દરમિયાન શહેરના પાણી ભરાવાની સમસ્યા, રોડ રસ્તાઓ તૂટવા અને ડ્રેનેજની સ્થિતિને લઈ બેઠકમાં ચર્ચા કરાઈ

અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં AMC સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. વરસાદ દરમિયાન શહેરના પાણી ભરાવાની સમસ્યા, રોડ રસ્તાઓ તૂટવા અને ડ્રેનેજની સ્થિતિને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાને લઈને જરૂરી માર્ગદર્શન પ્રભારી પ્રધાન ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ આપી હતી. 

   આજની બેઠકમાં મંત્રી અને શહેરના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, મહાનગરપાલિકાના કમિશનર, મેયર પણ ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદ શહેરના બીજેપીના 11 ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતા.

 

(12:55 AM IST)