તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
સાવકા પિતાએ પોતાની બે સગીર દીકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા
પિતા-પુત્રીના સંબંધો લજવતો કિસ્સો સામે આવ્યોઃમાતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામા નરાધમ પિતાની કરતૂત કેદ થઈ હતી જેથી પોલીસે ગુનો નોંધી નરાધમ પિતા ની ધરપકડ કરી છે

અમદાવાદ,તા.૬
ગાયકવાડ હવેલી પોલીસની કસ્ટડીમાં બુરખામા રહેલા નરાધમ સાવકા પિતાએ તેની બે દિકરીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. ૧૫ અને ૧૪ વર્ષની બે સગીર દીકરીઓની એકલતાનો લાભ લઈ શારિરીક છેડછાડ કરી હતી. નોકરી માટે બહાર જતી માતાને દીકરીઓએ જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જે પહેલા માતાએ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામા નરાધમ પિતાની કરતૂત કેદ થઈ હતી. જેથી પોલીસે ગુનો નોંધી નરાધમ પિતા ની ધરપકડ કરી છે.
છેડતી અંગેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી કે ફરિયાદી મહિલાના વર્ષ ૨૦૦૫માં પહેલા લગ્ન થયા હતા. અને ૨૦૧૮માં છૂટાછેડા બીજા લગ્ન કર્યા હતા. જેમાં પહેલા લગ્નમાં સંતાનમાં બે દીકરી હતી. જે દીકરીઓ લઈને તે બીજા પતિ સાથે રહેવા આવી હતી. જોકે મે મહિનામાં ૨૧ અને ૨૯ તારીખે બંને દીકરીઓ સાથે પિતાએ છેડતી કરી હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવતા ૨ જૂને ફરી વખત નરાધમ સાવકા પિતાએ છેડતી કરી હતી. જે બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે નરાધમ સાવકા પિતા વિરુધ્ધ.. પોકસો અને છેડતીની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતાએ પોતાની બંને દીકરીઓના ઉજવળ ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા હતા.
પરંતુ બીજા પતિએ નોકરીએ જતી પત્નીની ગેરહાજરીમાં બંને બાળકીઓ સાથે છેડછાડ કરી હતી. જેથી માતા એ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત દિકરી ની છોડતી અને પોક્સો હેઠળ ગુનો નોધાવ્યો છે.. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
