તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
નવી શિક્ષણ નિતીમાં સંસ્કૃત ભાષાને વિશેષ પ્રાધાન્ય અપાયુઃ ડો.કુબેરભાઇ ડીંડોર
રાજયકક્ષાના ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ' અંતર્ગત આયોજીત ‘સંસ્કૃત ગોૈરવ યાત્રા'ને ગાંધીનગર ખાતેથી શિક્ષણ મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું: તમામ જિલ્લાઓમાં તા. ૬ થી ૧૨ સુધી ‘સંસ્કૃત સપ્તાહ'ની ઉજવણી થશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૬: ભારતના મહાન વેદો તેમજ તમામ ભાષાઓની જનની એવી ‘સંસ્કળત' ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે અને જીવનમાં ઉતારે તેવા હેતુથી રાજ્યભરમાં આજથી ૧૨ ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા ‘સંસ્કળત સપ્તાહ'ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ‘‘સંસ્કળત ગૌરવ યાત્રા''નુ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા અમલી બનાવવામા આવેલી નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ ભારતીય સંસ્કળતિ અને પરંપરાનું જ્ઞાન વિદ્યાર્થીઓમાં આવે તે માટે અભ્યાસક્રમમાં પણ સંસ્કળત ભાષાને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાત રાજ્ય સંસ્કળત બોર્ડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રાજ્યકક્ષાના શ્નસંસ્કળત સપ્તાહ મહોત્સવઙ્ખ અંતર્ગત ગાંધીનગરના પેથાપુર ખાતે આજે ભવ્ય ‘વેદયાત્રા-સંસ્કળત ગૌરવ યાત્રા'ને પૂજાવિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોર તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સંસ્કળત ભાષાનું આપણે સૌને ગૌરવ હોવું જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રી ડો.ડિંડોરે કહ્યું કે, દર વર્ષે ‘રક્ષાબંધન'ના દિવસે ગુજરાત સહિત ભારત ભરમાં સંસ્કળત દિવસ ઉજવવામાં આવે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કળત બોર્ડ દ્વારા આજથી રાજ્યભરના તમામ જિલ્લામાં સંસ્કળત સપ્તાહ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સંસ્કળત ભાષાના વધુ પ્રચાર-પ્રસાર માટે ‘‘જયતુ સંસ્કળતમ્ જયતુ ભારતમ'ના મંત્ર સાથે આ સપ્તાહ દરમિયાન સંસ્કળત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સંસ્કળત સાહિત્ય દિવસ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ સહિત વેદોનું પૂજન, ઋષિ પૂજન, શાષાો પૂજન વગેરે દિવસોની ઉજવણી સ્વરૂપે વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે તેમજ સપ્તાહના છેલ્લા દિવસે તા.૧૨ ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાશે અંતમાં તેમણે સૌને સંસ્કળત સપ્તાહની શુભેચ્છાઓ પાઠવીને આ સપ્તાહમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રિટાબેન પટેલ, જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ,ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિ રહી આ યાત્રામાં સહભાગી થયા હતા ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર- રાજ્ય સંસ્કળત બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, માધ્યમિક શાળા, સંસ્કળત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામા સંસ્કળત પ્રેમીઓ જોડાયા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
